ગીરસોમનાથ, ગીર સોમનાથમાં વિવિધ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે. મુખ્ય મંદિરની આસપાસ હમીરજી સર્કલ, પાકગ એરિયા સહિતના દબાણો હટાવવામાં આવ્યા છે. સરકારના વિવિધ વિભાગો સંકલન સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે. જુનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાઝડિયાએ સોમનાથની મુલાકાત લીધી હતી.
પ્રથમ જ્યોતિલગ સોમનાથમાં તંત્ર દ્વારા સતત ડિમોલિશનની કામગીરી કરાઈ રહી છે,ત્યારે મુખ્ય મંદિરની આસપાસના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવામાં આવ્યું. તંત્રએ હમીરજી સર્કલ, પાકગ એરિયા પર કરાયેલા દબાણો દૂર કર્યાં હતા અને સરાકરી જમીન ખાલી કરાવાઈ હતી.
સરકારના વિવિધ વિભાગોના સંકલન સાથે દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી છે, ત્યારે જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ ઝાઝડિયાએ સ્થળની વિઝીટ કરી હતી. જે દરમિયાન જણાવ્યું હતું કે, સોમનાથ તીર્થનો વિકાસ કરાઈ રહ્યો છે. જેને લઈને સરકારી જમીનોમાં થયેલા દબાણો દૂર કરાઈ રહ્યા છે. જે કામગીરી હજુ ૨-૩ દિવસ ચાલશે.