ગીર સોમનાથ કોંગ્રેસમાં કકળાટ, ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર ભાજપને મદદ કરવાનો આરોપ

તાજેતરમાં જ દેશમાં લોક્સભાની ચૂંટણી પુરી થઇ છે, ગુજરાતમાં ફરી એકવાર ભાજપે સારુ પ્રદર્શન કર્યુ છે, તો કોંગ્રેસ આ વખતે છેલ્લી બે ટર્મ બાદ પ્રથમ વાર એક બેઠક મેળવવામાં સફળ રહી છે. હવે આ બધાની વચ્ચે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસમાં ફરીથી કકળાટની સ્થિતિ સામે આવી છે. જિલ્લામાં ગીર સોમનાથના ધારાસભ્ય સામે પાર્ટીના જ નેતાઓ બળાપો ઠાલવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીમાં કકળાટની સ્થિતિ પેદા થઇ છે. જિલ્લામાં આંતરિક કકળાટ બાદ બે મોટા નેતાઓના જૂથો આમને સામને આવી ગયા છે. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે બળાપો ઠાલવતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર મોટા આરોપો લગાવ્યા છે. કરશન બારડે આરોપ લગાવ્યો છે કે, ધારાસભ્ય વિમલ ચૂડાસમા ચૂંટણી આવે એટલે ભાગી જાય છે, અંદરખાને ભાજપને મદદ પણ કરે છે. ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. કરશન બારડે વધુમાં કહ્યું કે, જિલ્લામાં ભાજપ સાંસદ અને કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચૂડાસમા વચ્ચે સેટિંગ ચાલી રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોદી ૩.૦ના પ્રથમ બજેટના વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન, આ બજેટને લઈને લોક્સભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાયું છે. રાહુલ ગાંધીએ બજેટને ‘આ ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું હતું. રાહુલ ગાંધીએ આ બજેટને પોતાના સાથી પક્ષોને ખુશ કરનારું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, અન્ય રાજ્યોના ખર્ચે બજેટમાં તેમને (સાથીઓને) ખોટા વચનો આપવામાં આવ્યા હતા. રાહુલે કહ્યું, આ બજેટ તેના મિત્રોને ખુશ કરવા માટે લાવવામાં આવ્યું છે. તેનાથી છછ (અદાણી અંબાણી)ને આનો ફાયદો થશે અને સામાન્ય ભારતીયને કોઈ રાહત નહીં મળે. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ આ બજેટને કોપી પેસ્ટ ગણાવ્યું. રાહુલે દાવો કર્યો કે બજેટ કોંગ્રેસના મેનિફેસ્ટો અને અગાઉના બજેટમાંથી કોપી કરવામાં આવ્યું છે.

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ તેને કોપી-પેસ્ટ બજેટ ગણાવ્યું હતું. ખડગેએ ટ્વિટ કરીને કહ્યું કે, મોદી સરકારનું કોપીકેટ બજેટ કોંગ્રેસના ન્યાય એજન્ડાની પણ યોગ્ય નકલ કરી શક્યું નથી. મોદી સરકારનું બજેટ તેના ગઠબંધન સાથીદારોને છેતરવા માટે રેવડી વહેંચી રહ્યું છે, જેથી એનડીએ ટકી રહે. આ બજેટ દેશની પ્રગતિ માટે નહીં પરંતુ મોદી સરકારને બચાવવાનું છે.