દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માછીમારી કરતી બોટ પર ઓપરેશન ટિક હેઠળ ક્યુ આર કોડ લગાવવામાં આવ્યા.આ ક્યુ આર કોડ સ્કેન કરતાની સાથે પોલીસ , નેવી સહિતની સુરક્ષા એજન્સીઓને બોટ અંગેની સંપૂર્ણ વિગતો મળી રહેશે.દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ ૪ હજાર જેટલી બોટ અને સલાયા બંદરની ૬૦૦ જેટલી બોટ પર ઓપરેશન ક્લિક હેઠળ ક્યુ આર કોડ લગાવવામાં આવશે.
ગુજરાતમાં સૌથી મોટો દરિયા કાંઠો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગથી ડ્રગ્સની હેરફેરના કિસ્સા વયા છે. જેના પગલે સ્થાનિક બોટ પર કયુઆર કોડ લગાવ્યા છે. જે ઓફલાઈન પણ કાર્યરત હશે. અગાઉ સલાયા બંદરથી ઘૂસણખોરી થતી હોવાના બનાવો પણ સામે આવ્યા હતા. ત્યારે બોટ પર ક્યુ આર કોડ લગાવવાથી માછીમારોને પણ સરળતા રહેશે. જ્યારે બોટ પર આ પ્રકારના ઊઇ કોડ લગાવાથી સુરક્ષા એજન્સીઓને અસામાજીક અને આતંકી પ્રવૃતિઓ રોકવામાં મદદ મળશે.