જમુઈ: જમુઈ જિલ્લાની સદર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાંથી ફરી એક વાર લાપરવાહીની તસ્વીર સામે આવી છે. અહીં એક દર્દીને યૂરિન બેગની જગ્યાએ સ્વાસ્થ્યકર્મીઓએ કોલ્ડ ડ્રિંક્સની ખાલી બોટલ લગાવી દીધી હતી. આ દર્દીનું મોત મંગળવાર બપોરે થઈ ગયું. હવે તેની તસ્વીર સામે આવ્યા બાદ હોબાળો થઈ ગયો છે.
તસ્વીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ઈમરજન્સી વોર્ડ બહાર એક દર્દી સુતેલો છે. જેને યૂરીન બેગની જગ્યાએ પ્લાસ્ટિકની બોટલ લગાવેલી છે. જાણકારી અનુસાર, ગત સોમવારની રાતે ઝાઝા રેલ પોલીસ અજાણ્યા ઘાયલ શખ્સને સારવાર માટે સદર હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. જ્યાં યૂરિન બેગ ન મળતા પ્લાસ્ટિકની બોટલ લગાવી દીધી હતી. જાણકારી અનુસાર, ઈમરજન્સી વોર્ડમાં જ્યારે બેભાન અવસ્થામાં આ દર્દીને લાવવામાં આવ્યો હતો. કહેવાય છે કે, આ દરમ્યાન તૈનાત કર્મી કોઈ કારણવશ હાજર નહોતા. ત્યાર બાદ યૂરિન બેગ નહીં મળતા દર્દીને પ્લાસ્ટિકની બોટલ લગાવી દીધી હતી.
કહેવાય છે કે, બેભાન અવસ્થામાં એક યાત્રીને સદર હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. તેને યૂરિન બેગ લગાવવા અને કંવર્સન કંટ્રોલ કરવા માટે ઈપ્સોલિન ઈંજેક્શનની સાથે ગેસની સોઈ આપવા માટે ચિકિત્સકે સ્વાસથ્યકર્મીઓને કહ્યું પણ બધી દવા ઈમરજન્સી સ્ટોકમાં હતી નહીં. તેથી સ્વાસ્થ્યકર્મીએ યૂરિન બેગની જગ્યાએ કોલ્ડ ડ્રિંકની ખાલી બોટલ લગાવી દીધી. સાથે ઈપ્સોલિન ઈંજેક્શન અને ગેસની સોઈ ન આપી. જેના કારણે દર્દી આખી રાત બેભાન અવસ્થા પર તડપતો રહ્યો. આપને જણાવી દઈએ કે, આ દર્દીનું મોત મંગળવાર બપોરે થઈ ગયું.
આ મામલામાં હોસ્પિટલ તંત્રના અધિકારી રમેશ પાંડેયે જણાવ્યું કે, જ્યારે તેમના ધ્યાનમાં આ મામલો આવ્યો તે, બાદમાં બોટલ હટાવીને યૂરિન બેગ લગાવી દીધી હતી. મેનેજરના જણાવ્યા અનુસાર, જ્યારે દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે ઈમરજન્સી વોર્ડમાં તૈનાત સ્ટોરના કર્મી તબીયત ખરાબ થયા બાદ નીકળી ગયા હતા. જે કારણે તે સમયે દર્દીને દવા અને યૂરિન બેગ મળી શકી નહીં. દર્દીને સારવાર માટે તે સમયે હાજર સ્વાસ્થકર્મીએ બોટલ લગાવી દીધી. આ મામલામાં કાર્યવાહી થશે.