ઘોઘંબા તાલુકાના ખરોડ ગામે લોકોને છેતરીને નાણા પચાવી પાડયાની જાણ થતા અગાઉ પોલીસ મથકે અરજી પણ આપી હતી.

ઘોઘંબા તાલુકાના ખરોડ ગામે લોકોને છેતરીને નાણા પચાવી પાડયા.

પોલીસ મથકે અરજી પણ આપી હતી.

ઘોઘંબા તાલુકાના ખરોડ ગામે જયોતિધામ ચ લાવતો અને પોતાને મહારાજ ગણતો કલ્યાણદાસ મહારાજ નામથી ઓળખાતો કલસીંગ ધનાભાઇ રાઠવાએ આસપાસના ગામના ગરીબ લોકોને તબેલા અને ગાય અપાવાની લાલચ આપીને લાખો રૂપિયા ઉઘરાવ્યા હોવાના આક્ષેપ ઉઠયા છે. જયોતિધામ નામની સંસ્થા ચલતા કલસીંગ રાઠવા અને તેના શીષ્ય મારફતે લોકોને લાલચ આપીને તબેલા અને ગાયની સહાય સરકારમાંથી મળે છે. તેના માટે શરુઆતમાં પૈસા ભરવા પડશે બાદમાં સહાય મળી જાય પછી તમે આપેલા નાણા પરત મળી જશે તેમ કહીને લોકોને વિશ્વાસમાં લઇને અનેક લોકો પાસેથી લાખો રૂપીયા ઉધરાવી લઇને સામે ચેક આપ્યા હતા.

સરકારની ગાય માટેની સહાય ન આવતા લોકો છેતરાયા હોવાનો અહેસાસ થતાં કલસીંગ રાઠવા પાસે નાણાની ઉધરાણી કરી હતી. પણ તે ગલ્લાતલ્લા કરતો હતો. જેથી પોલીસ મથકે આક્ષેપ કરતી અરજી પણ 2-3 વાર કરી હતી. પોલીસ સુધી મામલો પહોંચતા નાણા આપવાની બાહેધરી આપી ચુકવ્યા નથી. વૈભવી ઠાઠથી રહેણી કરણી કરતો કલસીંગ રાઠવા વિધી કરીને લોકોને વિશ્વાસ જીતી સંસ્થા મારફતે સહાય અપાવીશની લાલચ આપીને લાખો રૂપીયા ખંખેેર્યા હોવાની પોલીસ મથકે અરજી કરવા છતાં પોલીસ કાર્યવાહી કરતી ન હોવાના આક્ષેપ ભોગ બનનાર કરી રહ્યા છે. ત્યારે કલસીંગ સામે પોલીસ કયારે કાર્યવાહી કરશે ? કલસીંગ રાઠવા મોબાઇલ નંબરો બદલી નાખે છે જયોતિધામના કલસીંગ રાઠવાની સંસ્થા મારફતે અમને તબેલા અને ગૌશાળા અાપવાની લાલચ અાપીને રૂા.5.10 લાખ લીધા હતા. મારી સાથે અન્ય બીજા લોકો પાસેથી પણ પૈસા લીધા હતા. પરત પૈસા મળી જશે તેમ કહીને સામે અમને ચેક અાપ્યા હતા. ચેકની મુદતો અાપતો હતો. અમે અગાઉ પોલીસ મથકે અરજી અાપી હતી. પણ હજુ સુધી કશુ થયું નથી. – ગમા વેરસીંગ, ભોગ બનનાર

આ પણ વાંચો : ગુજરાત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કર્યો.