ઘોઘંબા તાલુકાના રાયણ મુવાડા ગામે રહેતા 20 વર્ષિય યુવાન યુવક ધરેથી ઘોઘંબા જવાનુ કહીને નીકળેલ હતા. ગામમાં ખેતરમાં આવેલ ઝાડ ઉપર કોઈ અજાણ્યા કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના રાયણ મુવાડા ગામે રહેતા મહેન્દ્ર વિજયભાઈ ચોૈહાણ(ઉ.વ.20)જે 25 જુનના રોજ ધરે માતાને ઘોઘંબા જવાનુ કહી નીકળેલ હતા. અને રાયણ મુવાડા ગામે ખેતરમાં બાવળના ઝાડ ઉપર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી મરણ ગયેલ હોય આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.