ધોધંબા, લોકસભાની ચૂંટણીના જાહેરાત થવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મતદાર જાગૃતિ અનુસંધાને પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારીયા દ્વારા ઘોઘંબા તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે મતદાનની ટકાવારી કેવી રીતે વધારવી તેની પ્રત્યક્ષ ચર્ચા કરી હતી. લોકશાહીના સમયમાં હજુ પણ સ્ત્રી-પુરૂષ મતદાનના આંકડાઓમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે અને લોકો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ હજુ પણ કરતા નથી. તો આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી સ્ત્રી-પુરૂષનો રેશિયો જળવાઈ રહે તેવા સાથે મળીને પ્રયત્નો કરી અવશ્ય મતદાન કરવું જોઈએ તેવી સમજ આપી હતી. મતાધિકાર માટે શોર્ટ ફિલ્મ બતાવી મતદાનમાં જાગૃતિ આવે તે અંગે વિશે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી એસ.એમ. કોલચા, આઈ.ટી.આઈ.ગોધરાના પ્રિન્સિપાલ, આઈટીઆઈ ઘોઘંબાનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર હતા. સુપરવાઇઝર રાજેશકુમાર.એમ.પટેલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સામાન્ય પ્રશ્નોત્તરી કરી આવનાર ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તે બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.