ઘોઘંબા,
ઘોઘંબાની ગોમા નદીના પટમાં રેતીના બ્લોકમાંથી રેતીની હેરાફેરી દરમ્યાન અજાણ્યા માણસો વાહનો રોકી ખોટી અરજીઓ કરી પૈસા પડાવવા બાબતે કલેકટરને રજુઆત કરાઈ છે.
ઉપલેટાના ગૌતમ બોરખતરીયાએ કલેકટરને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, પંચમહાલ જીલ્લાના ધોધંબા તાલુકાના પાદરડીના રે.સર્વે નં.૧૦૮/૧૦૯/૧૧૦/૧૧૧ને લાગુ ગોમા નદી પટમાં સાદી રીતેનો બ્લોક નં.૩ હેકટર ત્રણ હોવી ગોવિંદ કનુજી વણજારના નામે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી છે અને પાવરદાર ગૌતમભાઈ બી.બેારખતરીયા રેતી લીઝનંું કામકાજ સંભાળે છે અને સરકારના નિયમ મુજબ રોયલ્ટી પાસ ઈશ્યુ કરી ખાણ કામ કરીએ છીએ અને ગાડીઓ રેતી ભરી સીમલીયા ગામથી પસાર થાય છે. તો સીમલીયા ગામ પાસે અજાણ્યા લોકો રેતીની ગાડીઓ રોકી ધમકીઓ અને પૈસા પડાવવા માટે લીઝ સંચાલકને ફોન કરી પૈસા પડાવવાની કોશીષ કરે છે અને પૈસા ન આપવામાં આવે તો ઓવરલોડ ગાડીઓ અને ગેરકાયદેસર ખાણકામની ખોટી અરજીઓ કરી પરેશાન કરવામાં આવે છે અને આ બાબતે અગાઉ દામાવાવ પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરેલી છે. તો આવા ખોટી અરજી કરતા બની બેઠેલા આગેવાનો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.