ઘોઘંબા તાલુકાની 3 ગ્રામપંચાયતમાં મનરેગામાં થયેલા મસમોટા કૌભાંડ અંગે નોંધાઈ પોલીસ ફરિયાદ

ગોધરા, વર્ષ 2009 થી વર્ષ 2014 દરમિયાન ઘોઘંબા તાલુકાની જોરાપુરા(વાંગરવા), પાલ્લા અને માલું ગ્રામપંચાયતમાં મનરેગા હેઠળ બોગસ જોબકાર્ડનો ઉપયોગ કરી રૂ. 80 લાખના નાણાંકીય કૌભાંડ અંગે નોંધાઈ પોલીસ ફરિયાદ જેમાં માલુ ગ્રામપંચાયત માં બોગસ જોબકાર્ડ પર 38 લાખ, પાલ્લા ગ્રામપંચાયત માં બોગસ જોબ કાર્ડ પર 12.94 લાખ અને જોરાપુરા(વાંગરવા) ગ્રામપંચાયતમાં બોગસ જોબકાર્ડ પર 28.84 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવતા નોંધાઈ ફરિયાદ

વર્ષ 2009 થી વર્ષ 2014 દરમિયાન મનરેગા હેઠળ 100 દિવસથી વધુ રોજગારી કાગળ પર બતાવી આચરવામાં આવ્યું હતું કૌભાંડ ઘોઘંબાના દમાવાવ પોલીસ મથકે માલુ અને જોરાપુરા (વાંગરવા) અને રાજગઢ પોલીસ મથકે પાલ્લા ગ્રામપંચાયત ની નોંધાઈ ફરિયાદ વર્ષ 2009 થી 2014 ના સમય દરમિયાન ફરજ બજાવતા પદાધિકારીઓ અને કર્મચારીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ જે તે વખતના ઘોઘંબા તાલુકા પંચાયતના ટી ડી ઓ, ત્રણેય ગ્રામપંચાયતના સરપંચ, તલાટી, જી આર એસ, ટેકનિકલ આસિસ્ટન્ટ, એપીઓ, એમ આઇ એસ, અધિક મદદનીશ ઇજનેર, આંકડા અધિકારી, આસી.વર્ક મેનેજર સહિત કુલ 51 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ.