ઘોઘંબા,
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા ખાતે વન વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીએ નડીયાદ ડભાણની યુવતિ સાથે લીવ ઈન રીલેશનશીપમા રાખી લગ્નની લાલચ આપી હતી. શારીરિક સંબંધો રાખ્યા હતા. તેમાં યુવતિ ગર્ભવતી બનતા તેને તરછોડી દેવામાં આવી હતી. જેને લઈ યુવતિ દ્વારા નડીયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે પંચમહાલ જીલ્લાાના ધોધંબા ખાતે વન વિભાગમાં ફરજ બજાવતા ખેંગાર ભવાનભાઈ ભરવાડ સાથે નડીયાદ ડભાણ ગામની યુવતિ લીવ ઈન રીલેશન શીપ માં રહેતી હતી. યુવતિને દશ મહિના પૂર્વે લગ્ન કરવાની ખાતરી આપી હતી અને ખેંગાર ભરવાડ યુવતિને લીવ ઈન રીલેશન શીપમાં રહેવા તેના માતા-પિતાની જાણકારી વગર ચાલી ગયેલ હતી. વન કર્મચારી ખેંગાર ભરવાડ એ યુવતિને લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધો રાખવાનું શરૂ કરેલ હતું. જેમાં યુવતિ ગર્ભવતી બનતા ખેંગાર ભરવાડને લગ્ન માટે કહેતા ધાકધમકી આપવાનું શરૂ કરેલ હોય. આ બાબતે યુવતિ એ નડીયાદ ગ્રામ્ય પોલીસ મથકે લીવ ઈન રીલેશનશીપમાં રહેતા ખેંગાર ભરવાડ વિરૂદ્ધ ફરિયાદ નોંંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેેસરની કાર્યવાહી હાથ ધરી છે.