ધોધંબા તાલુકા મથકે તથા આસપાસના ગામડાઓમાં ઊભા કરાયેલા મોબાઈલ ટાવરો શોભાના ગાંઠિયા

ધોધંબા,
ધોધંબા કહેવાય છે કે, નામ ” મોટા અને દર્શન ખોટા એવા અર્થમાં સત્યાર્થ સાબિત થાય છે. ધોધંબા તાલુકા મથકે અને બાજુના ગામડાઓમાં વોડાફોન, બી.એસ.એન.એલ., જીઓ, એરટેલ જેવી મોબાઈલ નેટવર્ક કંપનીઓના ટાવર ઊભા કરાયા છે. આ ટાવરોના નેટવર્ક હાલમાં સતત ચાલુ બંધ થયા કરે છે.

ટાવરોના નેટવર્કને લીધે બેંકો, ટપાલ સેવાઓ વિવિધ જાહેરાતોના ફોર્મ ભરવા, વેપારીઓના ધંધાઓને આની બહુ મોટી અસર થવા પામી છે. ધીમા નેટવર્કને લીધે નાણાં અને સમયનો પુષ્કળ બગાડ થઈ રહ્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટરો ચાલતા નથી અને હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે અને હજુ પણ શિક્ષણને આંધળું બનાવશે આ ટાવરોની સેવા નેટવર્કનું રીચાર્જ કરાવતી વખતે ગ્રાહક દીઠ ૫૦૦ રૂ. કરતા વધારે પણ ચાર્જ વસુલાય છે. પરંતુ જ્યારે સર્વિસની વાત આવે ત્યારે તમામ ગ્રાહકોને નિરાશા ભોગવવી પડે છે. મોબાઈલ ટાવર કે નેટવર્ક ધરાવતી કંપનીઓને લોકોના પૈસે લીલા લહેર ઉડાવે છે. જ્યારે પ્રજા પરેશાન અને ત્રાસ ભોગવતી રહી છે.
કયારે આવશે આ નેટવર્ક સેવાનો અંત અને લોકો એ ખર્ચેલા નાણાંની સેવા પરત મળશે કે પછી આજ રીતે નેટવર્ક તંત્ર ચાલતંું રહેશે.
વારંવાર રજુઆતો કરવા છતાં કુંભકર્ણની નિંદ્રામાંથી આ નેટવર્ક કંપનીઓ કયારે જાગશે ?