ઘોઘંબાની રેફરલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 29 પ્રસુતિ કરાવીને ઉત્તમ કામગીરી કરનાર ડો. પારસભાઈ પટેલ
ઘોઘંબા તાલુકાના રેફરલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાક દરમિયાન રેફરલ હોસ્પિટલના ડોક્ટર પારસભાઈ પટેલ અને સ્ટાફ દ્વારા 29 જેટલી સગર્ભા માતાઓને સામાન્ય ડિલિવરી કરીને સમાજ માટે અને સામાન્ય લોકો માટે ખૂબ ઉત્તમ ઉદાહરણ રૂપ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
પ્રસુતિ વખતે સૌ કોઈ જાણે છે કે ઘણી વખત જોખમ રૂપ કેસ બનતા હોય છે પરંતુ તબીબી ક્ષેત્રમાં કુશળતા ધરાવનાર તમામ મેડિકલ સ્ટાફના સઘન પ્રયત્નોથી આવા સુખદ પરિણામો મળતા હોય છે.
આવી ઉત્તમ અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ ઘોઘંબા રેફરલ હોસ્પિટલના સ્ટાફને સમગ્ર જનતા અભિનંદન પાઠવે છે.