
ધોધંબા,
ધોધંબા -રાજગઢ પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદેપુરથી કત્તલ માટે ટેમ્પામાં ગૌવંશ ભરીને ધોધંબા તાલુકાના ગામોમાં થઈ વેજલપુર જનાર છે. તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ચંદ્રનગર ગામ પાસેથી એક ઈસમને ૧૨ ગૌવંશ કિંમત ૧,૫૦,૦૦૦ રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામા આવ્યો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધોધંબા તાલુકાના રાજગઢ પોલીસને બાતમી મળી હતી કે, ટાટા ૭૦૯ ટેમ્પો નંબર જીજે.૦૧.ટીટી.૭૦૨૩ માં છોટાઉદેપુર થી કત્તલના ઈરાદે ગૌવંશ ભરીને ધોધંબાના અંતરીયાળ ગામોમાં થઈને ટેમ્પો વેજલપુર તરફ જવાનો છે. તેવી ચોકકસ બાતમીના આધારે રાજગઢ પોલીસ દુધાપુરા ચોકડી થી ચંદ્રનગર જવાના રોડ ઉપર લાકડાની આડાશો કરીને નાકાબંધી કરી હતી. બાતમીવાળા ટેમ્પોને પોલસે ઈશારો કરીને રોકવા જતાં ટેમ્પો ચાલક બેરીકેટીગ તોડી ચંદ્રનગર તરફ નાશવા લાગેલ હતા અને ટેમ્પોમાંથી ત્રણ ઈસમો નાશી છુટીયા હતા. જ્યારે ટેમ્પો ચાલક શબીર ઈશાક મીઠા રહે.સાતપુલ ને ઝડપી પાડયો હતો. ટેમ્પોના ચેકીંંગ કરતાં ૧૨ ગૌવંશ કિંમત ૧,૫૦,૦૦૦/-રૂપીયા તથા ટેમ્પો ૧,૨૫,૦૦૦/-રૂપીયા મળી ૨,૭૫,૦૦૦/-રૂપીયાના મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. કત્તલ માટે લઈ જતા બચાવી લેવાયેલ પશુઓને પરવડી પાંજરાપોળ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ બાબતે રાજગઢ પોલસ મથકે ચાર ઈસમો વિરૂદ્ધ પશુ સંરક્ષણ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર : યોગેશ કનોજીયા