ઘોઘંબાના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં માનવ મહેરામણથી ખીલી ઉઠતો જન્માષ્ટમીનો મેળો આ વર્ષે પણ સ્વયંભૂ બંધ

ઘોઘંબા ગામે વર્ષો પુરાણું વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે ઘોઘંબા તાલુકાના આજુબાજુના લોકો માટે આસ્થાનું પ્રતિક સમું ગણાય છે. ભગવાન વૈજનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલ છે. વર્ષોથી આ મંદિરે મોટા પ્રમાણમાં દર જન્માષ્ટમીના દિવસે લોકો ઉમટી પડે છે. લોકોના મનોરંજન માટે આ સ્થળે એક મોટા લોકમેળાનું આયોજન પણ કરવામાં આવે છે. ઘોઘંબા તાલુકાના લોકોની ભાતીગળ સંસ્કૃતિ અને ચોમાસાની ઋતુમાં સોળ કળાએ ખીલેલી પ્રકૃતિના દર્શન પણ થાય છે.

પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે માનવજીવનને આર્થિક, સામાજિક અને પારિવારિક રીતે ખૂબ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. જે સૌ માટે અનુભવ દ્વારા સાબિત થઈ ચૂક્યું છે. જેના કારણે આ વખતે તમામ જનતાએ સ્વયંભૂ રીતે આ મેળો બંધ રાખીને કોરોનાથી બચવા માટેના ઉતમ ઉદાહરણ સાથે સમાજ તથા સરકારી તંત્રને સહકાર આપ્યો છે.

રિપોર્ટર : યોગેશ કનોજિયા