ઘોઘંબાના દિપડાના હુમલાના ઈજાગ્રસ્તોની જીલ્લા કોંગ્રેસ પ્રમુખે મુલાકાત લીધી

ગોધરા,
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા વિસ્તારમાં ખૂબ લાંબા સમયથી દિપડાના ત્રાસ થી પ્રજાજનો પરેશાન છે. સમગ્ર તાલુકામાં ચિંતા આક્રોશ નારાજગીનું વાતાવરણ છે. હુમલામાં મૃત્યુનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહેલ છે. ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. પશુ ધનને નુકસાન છે.

આજે આજે પણ તાલુકાના જંબુ વાણીયા ગામના અજમલસિંહ પરમાર ઉપર દીપડાએ જીવલેણ હુમલો કરતા સિવિલ હોસ્પિટલ ગોધરામાં દાખલ કરવામાં આવેલ છે. આ પ્રશ્ર્ને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી, પ્રદેશ મંત્રી રફીક તિજોરી વાલા ઇજાગ્રસ્ત યુવાન અજમલ સિંહ અને તેમના પરિવાર જનોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લઇ આ પ્રશ્ર્ને ચિંતા પ્રેરિત અને માનવ અને પશુ જુનાગીત જિંદગીને અસર કરતા હોય માનવભક્ષી દિપડાને પકડવા અને પંથકમાં ભય દૂર કરવા પંચમહાલ જિલ્લા કલેકટરને પણ લેખિત રજૂઆત કરી હતી.