
ઘોઘંબા,
ઘોઘંબા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલ કામોના નાણા સમયસર ચુકવવામાં આવે તેવી માંગ સાથે ઘોઘંબા તાલુકા કોંગ્રેસ અને જીલ્લા કોંગ્રેસ દ્વારા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીને રજુઆત કરી.
ઘોઘંબા તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત થયેલ કામોના નાણા સમયસર ચુકવવામાં આવી રહ્યા નથી. જેને લઈ વિકાસના કામોમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. તેને લઈ ઘોઘંબા તાલુકા કોંગ્રેસના આગેવાનો તેમજ જીલ્લા કોંગ્રેસના હોદેદારો ગોધરા ખાતે આવેલ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીને મળ્યા હતા અને ઘોઘંબા તાલુકામાં મનરેગા યોજના હેઠળ કામોના નાણા સમયસર ચુકવવામાં આવે તેવી રજુઆત કરી હતી. જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી દ્વારા નાણા જલ્દી ચુકવવાની ખાત્રી આપવામાં આવી.