ઘોઘંબા,
ઘોઘંબા માધ્યમિક સ્કુલ થી સ્વામીનારાયણ મંદિર સુધીનો માર્ગ લાંબા સમયથી ખખડધજ હોય જેને પંચાયત દ્વારા નવો માર્ગ મંજુર કરવામાં આવ્યો હતો. આ માર્ગ ઉપર માટી-મેટલનું કામ કરીને કોન્ટ્રાકટર દ્વારા અધુરી છોડી દેવામાં આવી છે. જેને લઈ રોડ ઉપર ધુળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે. આસપાસના રહિશો તેમજ વાહન ચાલકો પરેશાની વેઠી રહ્યા છે.
ધોધંંબા ગામમાં માધ્યમિક શાળા થી લઈ સ્વામીનારાયણ મંદિર સુધીનો માર્ગ બિસ્માર બનતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગના નવિનીકરણ માટેની ગ્રાન્ટ ફાળવતા અને કામ મંજુર થતાં રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રસ્તાની કામગીરી કરતાં કોન્ટ્રાકટર દ્વારા માટી-મેટલનું કામ કરીને આગળની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. તેમાં પણ કોન્ટ્રાકટર દ્વારા હલ્કી ગુણવત્તાના મેટલનો ઉપયોગ કરવામા આવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. માટી-મેટલની કામગીરી બાદ રસ્તાની કામગીરી અધુરી છોડી દેવાને લઈ હાલમાં રોડ ઉપર ધુળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે. રોડ ઉપર ઉડતી ધુળની ડમરીઓને લઈ રાહદારીઓ વાહન ચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. હાલ દિવાળી જેવા તહેવારનો સમયગાળો છે. ત્યારે અધુરા રોડની કામગીરી વેળાસર પુરી કરવામાં આવે તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.
રિપોર્ટર : યોગેશ કનોજીયા