- ધોધંબાના રાજગઢમાં કાચબા ઉપર તાંત્રિક વિધી.
- પાંંચ વ્યકિતઓ દ્વારા વાવકુલ્લીના જંગલમાં તાંત્રિક વિધિ કરાઈ રહી હતી.
- વન્ય વિભાગે પાંચ ઈસમોને શિડયુલ-૧ માં આવતાં ૦૪ કાચબા સાથે ઝડપ્યા.
- વન વિભાગ અને પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના સંયુકત ઓપરેશનમાં પાંચ ઈસમો ઝડપાયા.
- રાજગઢ ફોરેસ્ટ અને વડોદરા વાઈલ્ડ લાઈફ સર્કલની સરાહનીય કામગીરી.
પંચમહાલ જીલ્લાના ધોધંબા તાલુકાના રાજગઢમાં તાંત્રિક વિધિનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેવી માહિતીના આધારે પાણીક્રુરતા નિવારણ સંસ્થાના અને GSPCAની ટીમે વોચ ગોઠવી હતી અને આજરોજ વાકુલ ગામે જંગલમાં તાંત્રિક વિધિ માટે લગાવેલા શિડયુલ-૧માં આવતાં ૦૪ કાચબા સાથે પાંચ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.
ધોધંબા તાલુકાના રાજગઢમાં તાંત્રિક વિધિનું મોટું ષડયંત્ર ચાલી રહ્યંું છે. તેવી ગુજરાત પ્રાણીક્રુરતાા નિવારણ સંસ્થાના રાજેશ ભાવસારને બે મહિનાથી માહિતી મળી હતી. જેના આધારે GSPCA ની ટીમે વોચ ગોઠવવામાં આવી હતી. આજરોજ GSPCA ની ટીમ તેમજ વડોદરા વાઈલ્ડ લાઈફ સર્કલના સ્ટાફ તેમજ રાજગઢ આર.એફ.ઓ. સાથે મળી સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નકલી સાધુ બનેલા વન અધિકારીએ વિધિ કરાવાના વ્યગ રહ્યો હતો. જેમાં વાકુલી ગામના ગીચ જંંગલમાં વિધિ ચાલી રહી હતી. જેમાં મુખ્ય આરોપી માઉસિંગ બારીયા જે વન્યજીવ ઉપર વિધિ કરવા માટે જંગલમાં લઈ ગયેલ હતો. તેની પાસેથી શિડયુલ-૧માં આવતાં કાચબા નંગ-૦૪ મળી આવ્યા હતા. જેની ઉપર તાંત્રિક વિધિ કરીને પૈસાનો વરસાદ કરવાનો હતો. આ તાંત્રિક વિધિમાં અન્ય ચાર સાગરીતને પણ મુદ્દામાલ સાથે વન વિભાગે રંગે હાથે ઝડપી પાડયા હતા.
વન વિભાગ દ્વારા પકડી પાડવામાં આરોપીઓ પાસેથી ૦૪ નંગ કાચબા તેમજ હથિયારોમાં બે તલવાર, એક ધારીયું, એક છરો પણ વન વિભાગે જપ્ત કર્યો હતો. વન્યજીવો સાથે પકડાયેલ ઈસમો વિરૂદ્ધ વન્યજીવ અધિનિયમ ૧૭૭૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવહી હાથ ધરવામાં આવી છે.
ધોધંબાના વાકુલીસ ગામના જંગલમાં વન્યજીવ ઉપર તાંત્રિક વિધી કરી રૂપીયાનો વરસાદ કરવાનો હતો. વન વિભાગના અધિકારીએ સાધુનો વેશ ધારણ કરીને પાંચ આરોપીઓ શિડયુલ-૧માં આવતાં નંગ-૦૪ કાચબા સાથે ઝડપી પાડવામાં આવ્યા.
ધોધંબાના વાવકુલ્લી ગામે વન્ય જીવ કાચબા સાથે પકડાયેલ આરોપી…..
૧. માઉસિંગ બારીયા
૨. ગોવિંદભાઈ મનસુખભાઈ પટેલીયા
૩. પ્રદિપભાઈ ભલાભાઈ બારીયા
૪. રણછોડભાઈ રૂપાભાઈ બારીયા
૫. ભારતભાઈ વાલાભાઈ બારીયા