ધોધંબા,
ધોધંબાની ખાનગી હોસ્પિટલમાં મરણજનાર મહિલાને ગર્ભવતિ હોય જેને પ્રસૃતિ માટે દાખલ કરેલ હોય ઓપરેશન દરમિયાન તબીબની ભુલથી ટુકો રહી જતાં ચેપ લાગવાથી સારવાર દરમિયાન મરણ જતાંં આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
વિસ્તૃત વિગતો મુજબ ધોધંબાના ભલોડ ગામે રહેતા સુમિત્રાબેન મુકેશભાઇ મોહનભાઇ રાઠવા ઉ.વ.26 ગર્ભવહતી હોય જેને પ્રસૃતિ માટે ધોધંબા ખાનગી હોસ્પિટલ વાત્સલ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હોય પ્રસૃતાએ બાળકને જન્મ્ આપ્યો હતો. ઓપરેશન વખતે તબીબની ભુલથી કપડાનો ટુકડો રહી જતાં ચેપ લાગેલ હોય મહિલાને વાધોડીયા ખાનગી હોસ્પિટલમાંં સારવાર માટે દાખલ કરતાંં મરણ ગયેલ હોય જ્યાં પ્રસૃતિ વખતે તબીબની ભુલથી કપડાનો ટુકડો રહી જતાં ચેપ લાગવાથી મહિલાનું મોત નિપજાતા મૃત મહિલાના પરિવારજનોએ ધોધંબાની ખાનગી હોસ્પિટલ બહાર હોબાળો મચાવ્યો હતો. આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.