ઘોઘંબા તાલુકાના રણજીતનગર માં એક ઘરમાં એક યુવાનની લાશ મળી આવતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
ઘોઘંબા તાલુકાના રણજીતનગરના બાળવા ફળિયામાં રહેતા 30 વર્ષીય યુવાનની લાશ તેનાજ ઘરની પાછળ ના વાડામાં મળી આવતા લોકો માં ભયનો માહોલ છવાઇ ગયો હતો. ત્યાર બાદ ગામના રહીશો એ પોલીસને જન કરતા પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી.30 વર્ષીય યુવક દિલીપ કલ્યાણભાઈ બારીઆ નામના યુવાને માથાના ભાગે કોઈ વજન દર વસ્તુથી મારતા મોત નિપજ્યું હોય તેવું લાગી રહ્યું છે.હાલ રાજગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે અને મૃતકના બે ભાઈઓ અને પિતાને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. નાનકડા ગામમાં હત્યા જેવી ઘટના બનતા અરેરાટી વ્યાપી જવા પામી છે.