- ઘોઘંબાના રજપુત ફળિયામાં ઇકો ગાડીમાં લાગી આગ.
- ગાડીમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ લાગી
- ગુજરાત ફ્લોરો કેમિકલના ફાયર બ્રિગેડ દ્વારા ગાડીમાં લાગેલા આગને કાબુમાં લેવામાં આવી.
ઘોઘંબા તાલુકા મથકે રજપુત ફળિયામાં મારુતિ કંપનીની ઇકો સીએનજી ગાડી બળીને ભડથું . ઘોઘંબા ગામમાં રહેતા જીગરકુમાર દિલીપભાઈ દરજી ની પોતાની માલિકીની સીએનજી ઇકો મારુતિ કંપનીની ગાડીમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ લાગી હતી. આસપાસના રહીશોની નજર પડતા બૂમાબૂમ કરી મોટી સંખ્યામાં લોકો ટોળા ભેગા થઈ ગયા હતા પરંતુ જોતા જોતામાં ગાડી સળગીને ખાખ થઈ ગયેલી. જીગરકુમાર દરજી થોડા સમય પહેલા પોતાના પરિવાર અને સગા સંબંધી સાથે બહારગામ ગયેલા હતા તે પરત થઈને ગાડી પાર્ક કરીને પોતાના ઘરે ગયા.એટલામા તેની પાંચ જ મિનિટમાં ગાડીમાં પોતાની જાતે જ આગ ભભૂકી ઉઠી હતી. ગામના લોકો ભેગા થઈ અને સ્થાનિક કક્ષાએ પાણીના ટેન્કરથી આગ ઓલવવાના પ્રયત્ન કર્યા હતા તથા ગુજરાત ક્લોરો કેમિકલ રણજીત નગરમાંથી ફાયર બ્રિગેડ સિસ્ટમના જવાનો દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. આટલી મોટી અકસ્મિક ઘટના બનવા છતાં કોઈ જાન હાની થઈ નથી.