ઘોઘંબામાં ફરજ બજાવતા હોમગાર્ડ કર્મચારીઓને સરકારશ્રી તરફથી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

આજ રોજ કેન્દ્ર સરકાર તરફથી આપવામા આવેલ રાશનકીટ માન. કલેક્ટર સાહેબશ્રી અમિત અરોરા સાહેબની આગેવાની હેઠળ તેમજ જિલ્લા કમાન્ડર શ્રી વી.પી.જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ ઘોઘંબા તાલુકા હોમગાર્ડઝ યુનિટના હોમગાર્ડ  યુનિટ કચેરીએ રાશન કીટ વિતરણનું આયોજન કરવામાં આવેલ હતું.    

 જે અંતર્ગત ઘોઘંબા તાલુકામાં રાજગઢ પોલીસ સ્ટેશનમા કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પોતાનું ઘર બાર અને સમાજને વેગળો કરીને રાત – દિવસ ખડા પગે પોતાને સોંપાયેલ ફરજ બજાવે છે એવા તમામ હોમગાર્ડ જવાનોને સરકારશ્રી તરફથી રાસન કીટનું વિતરણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ઘોઘંબા તાલુકાના ભાજપ પ્રમુખ  ગુણવંતસિંહ ગોહિલ , જિલ્લા પંચાયત સદસ્ય  ભુપેન્દ્રસિંહ સોલંકી(ભીખાભાઈ) ,ઘોઘંબા ગામના ડેપ્યુટી સરપંચ  નિલેશભાઈ પરમાર તેમજ ઉપસ્થિત ઘણા બધા રાજકીય આગેવાનો તથા સમાજ સેવકો સહિતના હસ્તે હોમગાર્ડઝ સભ્યોને 14 કિલો અનાજ, 2કિલો તેલનુ પેકેટ, માસ્ક,સેનીટાઈઝર અને ફેસ પ્રોટેક્ટરનું વિતરણ કરવામાં આવેલ છે. સદર કાર્યક્રમમાં હોમગાર્ડ યુનિટના કમાન્ડર યોગેશ્વર જયસ્વાલ ઉપસ્થિત રહી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તમામ હોમગાર્ડ કર્મચારી મિત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.

રિપોર્ટર : યોગેશ કનોજીયા