ધોધંબા,
ધોધંબા તાલુકા ગોહયા સુંડલ ગામે જય અંબે કિલનીક નામથી દવાખાનું ચલાવતા ર્ડાકટરની બેદરકારીના કારણે સર્ગભા મહિલાનું મોત નિપજાતાં ર્ડાકટર વિરૂદ્ધ રાજગઢ પોલીસ મથકે પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા સર્ગભાના મૃતદેહને પી.એમ.અર્થે ધોધંબા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના વાવકુંડલી ગામે રહેતા પ્રિયંકાબેન રાજુભાઈ પરમાર ઉ.વ.30ના લગ્નના બે વર્ષ અગાઉ થયેલ હતા અને પ્રિયંકાબેનના સારા દિવસો જતાં સર્ગભા થતાં ધોધંબા ખાતે ખાનગી પ્રસૃતિ દવાખાનામાં સારવાર ચાલી રહી હતી. સર્ગભા મહિલા પ્રિયકાંબેનને દુ:ખાવો થતાં પરિવારજનો ધોધંબાના ગોહયા સુંડલ ગામ વળાંકમાં જય અંબે કિલનીક નામે દવાખાનું ચલાવતા ર્ડાકટરને ત્યાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યારે ર્ડાકટર દ્વારા સર્ગભા મહિલાને બોટલ ચડાવીનેે સારવાર કરી હતી. ત્યારબાદ મહિલાને ધરે લઈ જતાં સર્ગભા મહિલાનું મોત નિપજાવા પામ્યું હતું. સર્ગભા મહિલાનું મોત થતાં પરિવારજનો દ્વારા ર્ડાકટર દ્વારા બેદરકારી દાખવીને સારવાર કરવામાં આવતાં મહિલાનું મોત થયું હોવાના આક્ષેપ સાથે રાજગઢ પોલીસ મથકે ર્ડાકટર વિરૂદ્ધ ફરિયાદ આપતાં પોલીસે મહિલાના મૃતદેહને ધોધંબા રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે.