ઘોઘંબાના મોલ ગામમાં ધર્માતરણ કરાવવા આવેલા બે વિધર્મિઓ વિરુદ્ધ રાજગઢ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી.

ઘોઘંબા તાલુકામાં મોલ ગામના જામશિંગ ભાઈ રાઠવાએ રાજગઢ પોલીસ મથકમાં આપેલી અરજી મુજબ મોલ ગામમાં બે વિધર્મીઓ હાથમાં બાઇબલ લઈ મોલ ગામના હિન્દુ પરિવારને ધર્માંતરણ કરાવવાના ઇરાદે આવેલા અને ગરીબ પરિવારોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમને જબરજસ્તી ધાર્મિક સૂત્રોચાર કરાવતા હોય ગ્રામજનોને આ બાબતની ખબર પડતા ગ્રામજનો ભેગા થયાpss હતા.અને બંને ઈસમોની પૂછપરછ કરતા બંને છોટાઉદેપુરથી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ બંને છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં અંદરખાને ધર્માતરણ પ્રવૃત્તિઓ ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું.

મોલ ગામના ભોળા અને અભણ પ્રજાજનો ને પૈસા તેમજ અન્ય લાલચો આપી હિન્દુમાંથી ખ્રિસ્તીમાં રૂપાંતર કરતા હતા. તેમજ અમારા મંત્રોથી પોલીસ પણ ભાગી જાય છે તેમ કરી વટલાવતા હોવાની લેખિત અરજી રાજગઢ પોલીસને આપવામાં આવી હતી. ધર્માતરણ પ્રવૃત્તિની વાતો ઘોઘંબા પંથકમાં ફેલાતા ઘોઘંબા તાલુકાના વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને ધર્માંતરણ કરતા ઈસમો સામે તાત્કાલિક પગલાં લેવા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખને છે કે અગાઉ પણ ઘોઘંબા તાલુકામાં માલુ પંથકમાં ધર્માંતરણ થતું હોવાની લોક બુમ ઉઠી હતી. ઘોઘંબા પંથકમાં કાર્યરત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો તથા હોદ્દેદારો ધર્માંતરણ મુદ્દાને ગંભીર તાથી લઈ આગળની રણનીતિ ઘડવાનું નક્કી કર્યું હતું

યોગેશ કનોજીયા ઘોઘંબા