
ઘોઘંબા તાલુકાના પાધોરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અને સિઝનલ હોસ્ટેલ માં રહેતા બાળકો સામરકુવા ડેમ માં ન્હાવા પડેલા પાંચ બાળકો પૈકી એક બાળક નુ ડૂબી જવાથી મોત ચાર બાળકોનો આબાદ બચાવ પાધોરા સિઝનલ હોસ્ટેલ ના આચાર્ય ની નિષ્કાળજી બાળકો ની દેખરેખ ના અભાવે આદિવાસી બાળકે જીવ ગુમાવ્યો.
ઘોઘંબા તાલુકાના પાધોરા સિઝનલ હોસ્ટેલ માં રહી પાધોરા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતો નિલેશ રમણ ભાઈ રાઠવા શાળાએ થી અભ્યાસ કરી પાધોરા સિઝનલ હોસ્ટેલ પરત આવ્યો હતો ત્યાં એક વાગ્યા પછી પાંચ બાળકો હોસ્ટેલ માંથી સામળકુવા ડેમ માં ન્હાવા ગયા હતા જે પૈકી એક બાળક ડૂબી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર બાળકોનો આબાદ બચાવ થયો હતો આ ઘટનાને લઈ શિક્ષણ વિભાગ તથા પાધોરા સિઝનલ હોસ્ટેલ ના વહીવટ કરતાં આચાર્ય સામે ગંભીર સવાલો ઊભા થયા હતા નિલેશ ના મૃતદેહને ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં માં લાવી પીએમ કરવાની તજવીજ હાથ ધરી રાજગઢ પોલીસ મથકે કાયદેસર ની કાર્યવાહી કરવા પરિવારજનો એ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી છે
