ધોધંબા તાલુકા કોંગ્રેસ સમનવય સમિતિની મીટીંગ મળી

ઘોઘંબા,
ઘોઘંબા તાલુકા કોંગ્રેસની સમનવય સમિતિની મીટીંગ સફળતા પૂર્વક મળેલ જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં પક્ષ સફળતા મેળવે તે સંકલ્પ સાથે ઉપસ્થિત સૌ હોદેદારો – અગ્રગણ્યો કાર્યકરો વિગેરે નિષ્ઠા પૂર્વક નિર્ણય કરેલ.

જિલ્લા સંયોજકો તાલુકા સંયોજકો જનમિત્રોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને પંચમહાલ જિલ્લાના પ્રભારી ચંદ્રિકાબેન બારીયા, બાલાસિનોરના ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લાના પ્રભારી અજીતસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી, માજી મંત્રી ઉદેસિંહ બારીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને ઘોઘંબા તાલુકાના પ્રભારી રફિકભાઈ તિજોરી વાલા, કલોલ વિધાનસભાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ પરમાર, ઘોઘંબા તાલુકાના પ્રમુખ ચેતનસિંહ પરમાર, કાલોલ તાલુકા પ્રમુખ નરવતસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા એસ.સી. સેલના પ્રમુખ રાજેશભાઈ હડીયલ, પંચમહાલ જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ કો-ઓર્ડીનેટર સાજીદ વલી, પંચમહાલ જીલ્લા આદિવાસી મોરચાના પ્રમુખ ગુલસિંહભાઈ રાઠવા, કિરપાલભાઈ રાઠોડ, સંજયભાઈ સોલંકી, ભવનસિંહ પટેલ, મહિલા કોંગ્રેસના આગેવાન સંગીતાબેન બામણીયા, ગોધરા કોંગ્રેસના આગેવાન મહેફુઝ પટેલ, યુથ કોંગ્રેસના પ્રમુખ અર્જુનસિંહ, હરિવદનભાઈ કાળુભાઈ સહિત વિવિધ સેલ સંગઠનના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.