ઘોઘંબા તાલુકાના જોરાપુરા (દા) ગ્રામ પંચાયતના સરપંચ સામે 138 હેઠળ ચેક રિટર્ન કેસમાં કોર્ટ દ્વારા છ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે તેને લઇ પંચાયત ધારા ધોરણ જોગવાઈ હેઠળ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ પદે થી સસ્પેન્ડ કરી ડેપ્યુટી સરપંચને સરપંચ નો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ઘોઘંબા તાલુકાના જોરાપુરા (દા) ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ કુંવરસિંહ રાઠવા સામે 138 મુજબ નો ગુહ્નો હોય અને 138 ગુનામાં છ માસની સજા કરવામાં આવી છે જેને લઇ છોટાઉદેપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા છે ત્યારે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 59 (1) મુજબ સરપંચ ઉપરથી હોદ્દો મોકુપ રાખવાનો હોય જેને લઇ નિયમો અનુસાર જોરાપુરા દા સરપંચને પદ ઉપરથી દૂર કરવામાં માટે ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી દ્વારા અભિપ્રાય તૈયાર કરી જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મુકેશભાઈ રાઠવા ને સરપંચ પદ ઉપરથી સસ્પેન્ડ કરી તેમજ ડેપ્યુટી સરપંચ નો ચાર્જ સોંપવામાં આવ્યા નો હુકમ કરેલ છે.