આજરોજ ઘોઘંબા ખાતે બે કરોડ ના ખર્ચે બનાવાયેલ નવીન એસ ટી ડેપો નું ઉદ્ઘાટન કાલોલ ના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ ના હાથે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રંગેશ્વરીબેન, કૈલાસબેન પરમાર, પ્રીતિબેન ભાટીયા,ગુણવંતસિંહ ગોહીલ, ફતેસિંહ ચૌહાણ, છેલુભાઈ રાઠવા, ભીખાભાઈ સોલંકી સહીત ના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.
ડેપો નું વર્ચ્યુલ ઈ લોકાર્પણ ગાંધીનગર થી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે ધારાસભ્ય સુમનબેન ચૌહાણ એ રીબીન કાપી ને બસસ્ટેન્ડ ને જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં આજુબાજુ ના સ્થાનિક આગેવાનો સરપંચ તથા તલાટી તેમજ એસ ટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અગ્રણીઓ એ પોતાના સંબોધન માં સરકાર દ્વારા કરાયેલ વિકાસ ની વાતો કરી હતી અને ઘોઘંબા તાલુકા ની પ્રજા માટે આ બસ ડેપો ખૂબ ઉપયોગી છે તેમ જણાવ્યું હતું
રિપોર્ટર : યોગેશ કનોજીયા