ઘોઘંબાના શનિયાડા ગોંદલી પ્રા.શાળામાં શ્રી રંગ સેવા દ્વારા ચોપડા અને નોટબુકનું વિતરણ કરાયું

ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાની સામી ધસ સનિયાડા પ્રાથમિક શાળા તથા કાચલી ફળિયા ગોદલી પ્રાથમિક શાળામાં શ્રી રંગ સેવાઓ સ્ટેશન વડોદરા દ્વારા ચોપડા તથા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું.

ઘોઘંબા તાલુકામાં આવેલી કાલે ફળિયા ગોદલી પ્રાથમિક શાળા તથા સનિયાડા સામે ૧૦ પ્રાથમિક શાળામાં શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન વડોદરાના તથા કેનેડા નિવાસી ચીમનભાઈ પટેલના સહયોગથી ૨૦૦૦ નંગ ચોપડા, નોટબુક અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓ અત્યારે શાળામાં આવતા નથી, પરંતુ શિક્ષકો દ્વારા ઓનલાઇન શિક્ષણ તથા શેરી શિક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ સંસ્થા દ્વારા ગામડાના ઊંડાણ વિસ્તારના બાળકો મહત્વપૂર્ણ શિક્ષણનો લાભ લે તે હેતુથી સદર શૈક્ષણિક સામગ્રીનો વિતરણ કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ કનુભાઇ લીમ્બાચીયા, ઉપપ્રમુખ જગતભાઈ પટેલ, સુમિતભાઈ વસા, દેવેન્દ્રભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. ઘોઘંબા તાલુકાના સામાજિક કાર્યકર અને શિક્ષક એવા રાજેશકુમાર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરી પોતાની કારકિર્દી સફળ બનાવવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન પ્રવચન આપ્યું હતું સાથે સાથે તેઓને કોરોના મહામારી અને ડેલ્ટા પ્લસ વાયરસની મુશ્કેલીમાંથી બચવા માટે કાળજી રાખવા વિશે સમજ આપવામાં આવી હતી.

સદર શાળાઓના શિક્ષકો તુષારભાઇ પટેલ તથા રમેશભાઈ પટેલ અને કમલેશભાઈ રાઠવા દ્વારા આ ટ્રસ્ટને યથા યોગ્ય અનુદાન આપીને સહકાર પ્રાપ્ત કર્યો છે. જેઓનો પણ સદર શાળાઓના વાલીઓ તથા ફાઉન્ડેશન દ્વારા ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવે છે.

Don`t copy text!