ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાની લાલપુરી ગામે કરાડો નદી માંથી ગેરકાયદેસર રેતી ખનન કરતાં ટે્રકટર ચાલક ઈસમ ખેતર માંથી ટે્રકટર ન લઈ જવા દેતાં ખેતર માલિક સાથે મારામારી કરતો વિડીયો વાયરલ થતાં ધોધંંબા સહિતના વિસ્તારોમાં ખનિજ માફિયાઓની દાદાગીરી અવાર-નવાર સામે આવતી હોવા છતા તંત્ર માત્ર નામ પુરતી કાર્યવાહી કરી સંતોષ માને છે.
ધોધંબા તાલુકાના લાલપુરી ગામ કરાડ નદી માંથી ગેરકાયદેસર રેતી ખનન કરીને ટે્રકટર ચાલક ઈસમ ખેતર માંથી કાઢતો હોય જેને ખેતર માલિકે રોકતા ખનિજ ચોર ઈસમ દ્વારા ખેતર માલિક સાથે માથાકુટ કરી હતી અને ટે્રકટર ચાલક ઈસમ પોતાની જ્ઞાતિના લોકોને ભેગા કરીને ખેતર માલિક સાથે મારામારી કરી હતી. આ બાબતે ખેતર માલિક અને ગ્રામજનો દ્વારા ખાણ ખનિજ વિભાગને જાણ કરતાં ખાણ ખનિજ વિભાગની ગાડી દેખીને ટે્રકટર લઈને ભાગતો વિડીયો પણ વાયરલ થયો છે. જીલ્લાના કાલોલ, હાલોલ, ધોધંબા પંથકમાં રેતી ખનન માફિયાઓ માથાભારે બન્યા છે. અવાર-નવાર દાદાગીરી અને મારઝુડ કરતા હોવાનું સામે આવતું હોય છે પરંતુ તંત્ર આવા ખનિજ માફિયાઓ ઉ5ર લગામ કસતી ન હોવાથી બેફામ બન્યા છે. ધોધંબાના લાલપુરી ગામની ધટના અંગે રાજગઢ પોલીસે લેખિત અરજી આપીને કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.