ઘોઘંબા કરાડ ડેમ સિંચાઈ આધારિત ખેડુતોના પાકો સુકાતા આખરે સિંચાઈ માટે પાણી છોડાયુ : ખેડુતો ખુશ

ઘોઘંબા,
ઘોઘંબાના કરાડ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામા નહિ આવતા રવિ પાક સુકાઈ રહ્યો હોવાને લઈ ખેડુતો દ્વારા આત્મવિલોપન કરવાની અરજી આપી હતી. ત્યારે કરાડ ડેમ દ્વારા સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડુતોમાં આનંદ જોવા મળ્યો છે.

ઘોઘંબા તાલુકાના ૨૦૦ ઉપરાંત ગામો કરાડ ડેમ આધારિત સિંચાઈ સુવિધા મળે છે. ચાલુ વર્ષે રવિ સીઝનમાં ખેડુતો દ્વારા રવિ પાકોનુ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યુ છે. ત્યારે કરાડ ડેમ સિંચાઈ વિભાગ દ્વારા સિંચાઈનુ પાણી છોડવામાં નહિ આવતા ઉભા પાકો સુકાઈ રહ્યા હોય જેને લઈ ખેડુત દ્વારા સિંચાઈનુ પાણી આપવામાં ન આવે તો આત્મવિલોપ કરવાની ચિમકી સામે અરજી કરવામાં આવી હતી. આખરે કરાડ ડેમ સિંચાઈ વિભાગ દ્વારા ૫૦ કયુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જેને લઈ ૨૦૦ ઉપરાંત ગામોના ખેડુતોના પાકોને જીવનદાન મળ્યુ છે