ઘોઘંબાના ગુણેશીયા ગામે કુવા માંથી હત્યા કરાયેલ યુવાન મૃતદેહ મળતા તપાસ કરી બે હત્યારાઓને પોલીસે ઝડપ્યા

મૃતક યુવાન હત્યારાની પત્નીનો પે્રમી હોય જેને લઈ મિત્ર સાથે મળી હત્યાને અંજામ અપાયો હતો. ઘોઘંબા,

ઘોઘંબા તાલુકાના ગુણેશીયા ગામે સીમમાં આવેલ કુવા માંથી ત્રણ થી ચાર દિવસ થી પડેલ પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનો કબ્જો લઈ પોલીસે પી.એેમ.અર્થે મોકલી આપતાં તિક્ષ્ણ હથિયાર થી હત્યા કરી કુવામાં ફેંકવામાં આવ્યો હતો. મૃતક વ્યકિતનું પ્રેમ પ્રકરણમાં હત્યા થયાનું ખુલતો પોલીસે એ દિશામાં તપાસ હત્યાના ગુનામાં બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘોઘંબા તાલુકાના ગુણેશીયા ગામની સીમમાં આવેલ અવારૂ કુવા માંથી ત્રણ-ચાર દિવસ પૂર્વે કુવામાં પડેલ મૃતદેહ અંગે દામાવાવ પોલીસને જાણ થતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો લઈ પી.એમ. અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. પી.એમ. રિપોર્ટમાં કુવા માંથી મળેલ મૃતદેહ તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી ફેંકી દેવામાં આવ્યો હોય તેવું ખુલતાં દામાવાવ પોલીસ અને એલ.સી.બી. પોલીસે હત્યાના કારણોની દિશા તેમજ મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક સંજયભાઈ ઉર્ફે સંજુ ગંગારામ કશ્યપ રહે.બીરોધા તા.ધોલપુર, રાજસ્થાન હોવાની ઓળખ પડેલ હતી. તેના પ્રેમ સંબંધ ગુણેશીયા ગામે રહેતા મહેશ દાદુભાઈ મેધવાળની પત્ની પૂજાબેન સાથે હતા અને પૂજાને મળવા માટે ૨૫ ફેબ્રુઆરીના રોજ આવ્યો હોય આ બાબતની જાણ મહેશભાઈ મેધવાળને થતાં તેના મિત્ર મહેશભાઈ ઉર્ફે બોળો ગોસાઈ સાથે મળીને કાવતરું રચ્યું હતું અને સંજય ઉર્ફે સંજુ ગંગારામ કશ્યપને ગુણેશીયા બોલાવ્યો હતો. ૩ માર્ચના રોજ ખેતરમાં આવેલ છાપરા ઉપર લઈ ગયા હતા. અને મકાઈના પાકવાળા ખેતરમાં સંજય ઉર્ફે સંજુ કશ્યપને માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર મારી મોત નિપજાવ્યું હતું. ત્યારબાદ તેના સાગરીત મહેશ ઉર્ફે બોળો ગોસાઈ સંજયને ગળાના ભાગે નાયલોન પટ્ટી બાંધી ખેતર માંથી ઢસેડીને લઈ જઈ પુરાવાનો નાશ કરવા કુવામાં ફેંકી દીધેલ હોવાનું તપાસમાં ખુલવા પામ્યું. દામાવાવ પોલીસ અને એલસીબી પોલીસે હત્યાનો ગુનામાં બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.