ઘોઘંબાના સીમલીયામા શ્રી રાજ ખુશી ભારત ગ્રામીણ ગેસ વિતરક એજન્સીમાં જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા.
જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા ચેકીંગ માં 10.21 લાખનો મુદ્દામાલ કબજે
પંચમહાલ જિલ્લમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તેમના વિભાગમાં લગતી દરેક વિભાગ ની ઓચિંતી તાપસ હાથધરી છે ત્યારે આજે ઘોઘંબા તાલુકાના સીમલીયાના શ્રી રાજ ખુશી ભારત ગ્રામીણ ગેસ વિતરક એજન્સી પર તાપસ હાથ ધરતા ગેરરીતિ સામે આવી છે.
પંચમહાલ જિલ્લમાં ઘોઘંબા તાલુકાના સીમલીયામા શ્રી રાજ ખુશી ભારત ગ્રામીણ ગેસ વિતરક એજન્સી માં જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન LPG ગેસ સિલિન્ડર ભરેલ શંકાસ્પદ ટ્રક મળી આવતા પૂરવઠા વિભાગે 142.LPG ગેસના સિલિન્ડર કબજે કર્યો છે અને ત્યાં તાપસ હાથ ધરાતા એજન્સીનાં ગોડાઉન માંથી 457 LPG ગેસ સિલિન્ડરની ઘટ પણ જણાઈ આવી છે જેને લઈ 10.21 લાખનો મુદ્દામાલ કબજે કરી જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા આગળ ની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.
ઘોઘંબા તાલુકાના કાંટુ ગામમાં આવેલ પેટ્રોલ પંપ પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ સીલ કર્યો.
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચટી મકવાણા ગઈકાલે શુક્રવારે સાંજે ઘોઘંબા અને જાંબુઘોડાના હજારો ઘરેલુ રાંધણ ગેસના બાટલો ધરાવતા ગ્રાહકોને અને ઉજ્જવલા ભારત યોજના હેઠળના ગ્રામીણ ગ્રાહકોને ગેસના બાટલાની સર્વિસ આપતી ઘોઘંબા તાલુકાના સીમાલિયા સ્થિત રાજખુશી ગેસ એજન્સીમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન ગેસ એજન્સી ચલાવતા ભાગીદારી પેઢીના સંચાલકો કે, જેઓ ગોધરાના પૂર્વ સાંસદ અને કાલોલના પૂર્વ એમએલએ પ્રભાતસિંહ ચૌહાણના દીકરી દયામતીબેન દેવેન્દ્રસિંહ સોલંકી તેમજ જમાઈ દેવેન્દ્રસિંહ નરવતસિંહ સોલંકીએ શ્રીરાજખુશી ગ્રામીણ એજન્સીના નામે ભારતગેસના બાટલાની સર્વિસ અપવાની આડમાં અનઅધિકૃત રીતે એચપી ગેસના બાટલા સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે.પુરવઠા અધિકારીની ટીમને ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા એચપી ગેસના 14.2 kgના 142 બાટલા સહિત 10 લાખ 21 હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. તેમજ ગોડાઉનમાં ભારત ગેસના પણ અલગ અલગ 5 kg, 14.2kg અને વ્યવસાયિક 19kgના કુલ 457 બાટલાની ઘટ માલુમ પડી હોવાનું એટલે કે આ બાટલા કનેક્શન ધારકો સિવાયના સ્થળે સબસીડી સેટ કરવા વપરાશ કરવા આપવામાં આવ્યા હોવાની શંકાઓ સેવાઈ રહી છે.
જ્યારે અન્ય પણ કેટલાક પ્રકારની ગેરરીતિઓ આ એજન્સીમાં તપાસ દરમ્યાન સામે આવી હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.
ઘોઘંબા તેમજ જાંબુઘોડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ઉજ્જ્વલા ભરત યોજના હેઠળ હજારો કનેક્શનો આ એજન્સી દ્વારા આપવામાં આવ્યા છે. ત્યારે ગામડાના આ હજારો કનેક્શન ધારકોને મળતી સબસીડી અંગે જો ઊંડી તપાસ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવે તો મોટું સબસીડી સ્કેન્ડલ બહાર આવે તેવી સંભાવનાઓ છે. એજન્સીઓ દ્વારા ગ્રાહકોના દસ્તાવેજો સાથે છેડા કરી સબસીડી પણ ચાઉ કરી જતા હોવાની પણ અનેકો ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ઘોઘંબાના સીમાલિયા ગેસ એજન્સીમાં DSOની આકસ્મિક તાપસથી અન્ય એજન્સીઓના સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.