ઘોઘંબા નગરમાં આવેલા જુના બસ સ્ટેન્ડમા મનબુદ્ધિ તથા ભિક્ષુક જેવા લાગતા એક અજાણ્યા ઈસમનો મૂતદેહ મળી આવ્યો હતો. જેની જાણ રાજગઢ પોલીસને કરતા પોલીસે અજાણ્યા ઈસમના મુતદેહને કબજો મેળવી વાલી વારસાની તપસા હાથ ધરી હતી.
ઘોઘંબા નગરના ભરચક વિસ્તારમાં આવેલા જુના બસ્ટેન્ડમા એક ભીક્ષુક અને માનસિક અસ્વસ્થ જેવા ઈસમની લાશ પડી હોવાની સ્થાનિક રહીશોને જાણ થતાં ઘટના સ્થળે લોકટોડા ઉમટીયા હતા. મરનાર ઈસમની ઓળખાણ થવા પામી ન હતી. જેથી રાજગડ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મરનાર ઈસમના મુતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
યોગેશ કનોજીયા ઘોઘંબા