
ઘોંઘબા તાલુકાના વાવકુલ્લી ગામના જુના ફળિયાની નાયક કાજલબેન ઉંમર ૫-૬ વર્ષ ઘરના આંગણે રમતી હતી તેવા સમયે દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો .જોકે બાળકીએ બુમાબૂમ કરતા તેના પિતા દોડી આવ્યા હતા અને હાથમાં લાકડી લઈ દીપડો ભાગી ગયો હતો. આ હુમલામા બાળકીને ગળાના ભાગમા ગંભીર ઇજાઓ પહોચતા તેને સારવાર માટે ગોધરા હોસ્પિટલ ખસેડાઈ છે.બાળકી પરના હુમલાની ઘટનાને પગલે સમગ્ર ગ્રામવાસીઓમા અને આજુબાજુના નજીકના ગામોમાં પણ ભયનો માહોલ અને ચર્ચા જોવા મળી છે. એવું પણ જાણવા મળ્યું છે કે અગાઉ પણ વાવકુલ્લી ગામમાં મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.
