ઘોઘંબા ગામનો યુવાન રાજગઢ પેટ્રોલ પંપ પર નાણાની લેવડદેવડ બાબતે વાતચીત ગયેલ તેમાં મામલો બીચકયો હતો.રાજગઢ ગામ ના 25 જેટલાં યુવાનો ભેગા થઈ આ યુવાનને ઢોર માર માર્યો હતો.તથા તેની માતા છોડાવવા માટે ગઈ હતી તો તેને પણ અસભ્ય વર્તન કર્યું હતું.રાજગઢ પોલીસ સ્ટેશનમાં તેઓની ફરિયાદ નોંધાઈ હતી. આવા અસામાજીક અને લુખ્ખા તત્વો સામે તંત્ર દ્વારા કડક અને સખત પગલાં લેવામાં આવે તથા તેઓને કાયદાકીય સજા ફટકારવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. આજે ઘોઘંબા બજારમાં તમામ વેપારીઓ અને વ્યક્તિઓએ સ્વયંભૂ રીતે બંધ પાળીને એકતાના દર્શન કરાવ્યા હતા.