ઘોઘંબા આમ આદમી પાર્ટી દ્વારા “ખેડૂત વિરોધી કૃષિ બિલ કેન્દ્ર સરકાર પાછું લે” ના લગાવિયા નારા  

  • ખેડૂત વિરોસી કૃષિ બિલ કેન્દ્ર સરકાર પાછું લે
  • કેન્દ્ર સરકારે અસંવૈધાનીક રીતે રાજ્ય સભામાં ખેડૂત વિરોધી બિલ પસાર કરાવ્યું
  • કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી બિલ માં ખેડૂતોના લઘુત્તમ ટેકાના ભાવની કોઈ ગેરેન્ટી નથી
  • કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી બિલ થી ફાયદો ઉદ્યોગપતિઓ નો થશે, ખેડૂતો નો નહીં

દેશમાં ખેડૂતોનો અવાજ, વિપક્ષનો અવાજ ને સાંભળ્યા, સમજ્યા વગર પૈસાદારોના દબાવમાં કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં ત્રણ ખેડૂત વિરોધી બિલ પાસ કર્યા છે. ખાસ કરીને રાજ્યસભામાં ભાજપ પાસે બહુમત ન હોવા છતાં ગેરબંધારણીય રીતે કિસાન વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું, જેને લઈને આખા દેશના ખેડુતોમાં આક્રોશ છે. આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે, તેમના માટે અમે આજે આખા દેશમાં વિરોધ દિવસ મનાવી રહ્યા છીએ. ખેડૂતો દ્વારા આવતી કાલે 25 સપ્ટેમ્બર ના ભારત બંધન આહવાન ને આમ આદમી પાર્ટી પૂરું સમર્થન આપે છે. મોદી સરકારે ત્રણ ખેડૂત વિરોધી બિલ પસાર કર્યા છે તે આ મુજબ છે.

1. કૃષિ ઉપજ, વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) બિલ2. આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 3. મૂલ્ય આશ્વાસન તથા કૃષિ સેવાઓ પરના ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) સમજોતા બિલ  કેન્દ્ર સરકાર દ્વારા આ ખેડૂત વિરોધી બિલના સંબંધિત જે વાતો કહેવામાં આવી રહી છે તે ખેડૂતો ને ગુમરાહ કારક છે. આનાથી ખેડૂતોને ફક્ત નુકશાન થશે અને તેમની ઉપજ ઉપર મોટી કંપનીઓનો કબજો થઈ જશે. ખેડૂતો તેમના જ ખેતરમાં મજૂર ની જેમ બની રહી જશે. સરકારની ખેડૂતોને મોટી કંપનીઓના ગુલામ બનાવવાની મંશા હોય તેવું પ્રતીત થાય છે.સ્થાનીય નેતાએ જણાવ્યું કે ત્રણેય વિધેયક અને તેમની અસરો નીચે મુજબ થનાર હશે.1. *કૃષિ ઉપજ, વેપાર અને વાણિજ્ય* (સંવર્ધન અને સુવિધા) બિલના મુજબ ખેડૂતો તેમની ઉપજ દેશના કોઈ પણ ખૂણા માં વેચી શકશે, પરંતુ આજ ભારતની અંદર 86% ખેડૂતો એક જિલ્લા થી બીજા જિલ્લા માં પોતાની ઉપજ વેચી નથી શકતા તો આવી ઉમ્મીદ આશા કેવી રીતે કરે. એક રાજ્યનો ખેડૂત બીજા રાજ્યમાં પોતાની ફસલ વેચી શકશે, પહેલા પણ ખેડૂતોને મંડી ની બહાર પોતાની ઉપજ વેચવામાં કદી પણ મનાઈ રહી નથી. કેન્દ્ર સરકારના બિલ મુજબ – મંડીની અંદર ખેડૂતોની ઉપજની ખરીદ-વેચાણ ઉપર વેપારીઓને લઘુત્તમ સમારતગણ મૂલ્યની સાથે મંડી ટેક્સ દેવો પડશે, બહાર પાકની ખરીદ-વેચાણ પર વેપારીઓને કોઈ ટેક્સ નહીં આપવો પડે, મંડીની અંદર સરકારને આપવામાં આવનાર ટેક્સના કારણે વેપારી મંડીમાં આવવાનું બંધ કરી દેશે જેના લીધે ધીરે ધીરે મંડી બંધ થઈ જશે અને તેમના સ્થાન ઉપર કંપનીની મંડીઓ આવી જશે. જ્યાં ખેડૂતો એ પોતાના ઉત્પાદન ને જેવા તેવા ભાવ ઉપર વેચવા પડશે. સરકાર ને ખેડૂતોના હિતમાં જો ફેંસલો લેવો જ હતો તો એમ.એસ.પી. નો કાનૂની અધિકાર આપવો જોઈતો હતો, પરંતુ એવું કરવામાં ન આવ્યું જે કારણે આ વિધેયક ને ખેડૂતો પોતાને કંપનીઓના ગુલામ બનવાનો વિધેયક કહી રહ્યા છે. બીજું કેન્દ્ર સરકારે મંડી બહાર પણ પેદાશોની ખરીદ વેચાણ પર સમાન ટેક્સની પ્રક્રિયા અપનાવવી જોઈએ.

2. *આવશ્યક વસ્તુ* (સંશોધન) બિલ – આ વિધેયક દ્વારા પૈસાપતિઓ ને કૃષિ ઉત્પાદકોને સ્ટોરેજ કરવાનો કાનૂની અધિકાર મળી જશે જેનાથી જમાખોરી અને કાળાબજાર વધશે. વસ્તુઓની કિંમત ઉપર સરકારનો કંટ્રોલ નહીં રહે. દેશમાં લગભગ 80 થી 85% નાના મોટા ખેડૂતો છે જેમની પાસે 2 હેકટરથી પણ ઓછી ખેતીની જમીન છે જેમની પાસે તેમની ઉપજને સ્ટોરેજ કરવાની કોઈ વ્યવસ્થા નથી. આટલી ખેતીની જમીનનું ઉત્પાદન લઈ ને કોઈ ખેડૂત બીજા રાજ્યોમાં ઉપજ વેચવામાં પણ સક્ષમ નથી. કુલ મળીને પોતાની ઉપજને જેવા તેવા ભાવમાં કંપનીઓને વેચવા મજબૂર થઈ જશે  જેને આ કંપનીઓ દ્વારા જમાખોરી કરીને અત્યંત ઊંચા ભાવે બજારમાં લાવવામાં આવશે જેનાથી કંપની રાજ સ્થાપિત થવાની આશંકા વધી ગઈ છે. 

3 *મૂલ્ય આશ્વાસન તથા કૃષિ સેવાઓ ઉપર ખેડૂત* (સશક્તિકરણ અને સંરક્ષણ) સમજોતા – આ વિધેયક દ્વારા ખેડૂતો સાથે કોન્ટ્રાકટ કરી કંપનીઓ જમીનદારની જેમ ઉપજોનું ઉત્પાદન કરાવશે અને નફો કમાશે. મોટા ભાગના ખેડૂતો ભણેલા ગણેલા નથી, તેમને આ કંપનીઓ કોન્ટ્રાક્ટના જાળમાં ફસાવી લગાતાર શોષણ કરશે. બિહારમાં 2006માં મંડી સિસ્ટમ ખતમ થઈ ગયું છે પરંતુ ત્યાં ખેડૂતોની હાલત નથી સુધરી. વિદેશોમાં આ તથાકથિત રીફોર્મ 1960ના દશકમાં આવ્યું પરંતુ અમેરિકા, ફ્રાન્સ અને યુરોપના દેશોમાં સરકારોને મોટા પાયા પર સબસીડી આપીને ખેતી કાર્ય કરાવવું પડે છે.
આ પ્રકારે વર્તમાન ત્રણેય કૃષિ વિધેયક ખેડૂતોના હિતમાં નથી. આ ખેડૂતોને ફરીથી કંપનીઓના ગુલામ બનાવવા જેવા છે જેમાં ખેડૂતો તેમના જ ખેતરમાં મજૂર બની જશે. બજાર ઉપર સરકારનો નિયંત્રણ ખતમ થઈ જશે અને કંપની રાજની સ્થાપના થઇ જશે. આ જ કારણે દેશ ભરના ખેડૂતો તથા સંગઠનો આ ખેડૂત વિરોધી બીલનો વિરોધ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં આ ખેડૂત વિરોધી બિલને પાછું લેવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરે છે અને ખેડૂતોના હિત માટે આમ આદમી પાર્ટી હંમેશા લડત આપશે.