ધોધંબા, આજે મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતી પુરા ભારત દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહે છે અને પૂજ્ય બાપુનો સંદેશ જનજજન સુધી ફેલાઈ રહે તે માટે આ દેશના તમામ નાગરિકો ઈચ્છે રહ્યા છે. ગઈકાલે બાપુના જન્મદિવસના પૂર્વ દિન એ એક કલાક માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન થતી સમગ્ર દેશમાં શ્રમદાન કરવાની પહેલ કરવામાં આવી. આ શ્રમદાનમાં વિવિધ કચેરીઓ સંસ્થાઓ, ગામ, શહેર અને ફળિયાઓ સુધી સ્વચ્છતા અભિયાનના અનેક કાર્યક્રમો સ્વયંભૂ રીતે લોકોએ કર્યા. આજે પણ આપ સૌ જોઈ રહ્યા છો, એ પ્રમાણે બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતી, પૂજ્ય ગાંધીબાપુના જન્મદિવસ નિમિત્તે અહીં આપની સાથે એક સામાજિક કાર્યકર અને પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલ સમાજના સેવાકીય કાર્યોથી ઓળખાય છે. તેઓની સાથેની મુલાકાતથી આજે ઘોઘંબાના બસ સ્ટેશનમાં સમાજની મોટી સેવા કરી રહ્યા છે. વ્યસનની માયાજાળમાં આજે નાના મોટા સૌ માણસો શારીરિક આર્થિક અને માનસિક નુકસાનીનો ભોગ બની રહ્યા છે. ત્યારે ગાંધીબાપુના વિચારો પ્રમાણે ચોરી ન કરવી, સત્ય બોલવું, અહિંસા, જેવા નિયમોને સંલગ્ન વ્યસનો અટકાવવા માટે પોતાની જાતે તૈયાર કરેલા જુદાજુદા સૂત્રો અને પેમ્પ્લેટ્સ જોવા મળી રહ્યા છે. સરકારી બસ સ્ટેશનમાં અને સરકારી બસોમાં હજારો મુસાફરોની અવર-જવર થતી હોય છે. ત્યારે તેઓના માનસપટલ પર વ્યસન રૂપી રાક્ષસ ઘર ન કરે તે માટે જાહેરમાં સંદેશાઓના પોસ્ટરો ચોંટાડીને શુભ સંદેશ આપતા નજરે પડી રહ્યા છે. ઘોઘંબા તાલુકામાં રાજેશભાઈ પટેલ પ્રાથમિક શાળાના શિક્ષક હોવા છતાં પરંતુ સમાજની બહોળા પ્રમાણમાં ચિંતા કરીને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ત્યારે આવા શિક્ષકો માટે વહીવટી તંત્ર અને સરકાર દ્વારા નોંધ લઈને તેમને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે પણ ખૂબ જરૂરી છે.