ઘોઘંબા તાલુકાના પાંચ પથરાથી આગળ અડાદરા રોડ ઉપર રિક્ષા ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી બાઈકને અડફેટમાં લેતા બાઈક પાછળ બેઠેલ વ્યકિતને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના પાંચ પથરાથી આગળ અડાદરા રોડ ઉપર રિક્ષા નં.જીજે-06-ઝેડઝેડ-6176ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી બાઈક નં.-જીજે-17-સીજે-1109ને અડફેટમાં લઈ અકસ્માત કરતા બાઈક ચાલક લાલસિંહ કાળુભાઈ બારીયાને નાની મોટી ઈજાઓ પહોંચાડી તેમજ બાઈક પાછળ બેઠેલ ભકાભાઈ રમણભાઈ નાયક(ઉ.વ.35, રહે.ગુણેલીયા, તા.ઘોઘંબા)ને પગના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બાબતે ચાલક નાસી છુટતા તેની વિરુદ્ધ દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.