ધોધંબા તાલુકાના ધનેશ્વર અને ચંદ્રનગર ગામે એન.જી.ઓ. દ્વારા સોલર પેનલ સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી હતી. આ સોલર પેનલ સ્ટ્રીટ લાઈટો કિંંમત 85,000/-રૂા.ની ચોરી બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સ્ટ્રીટ લાઈટની ચોરી પાછળ ઝીંઝરી ગામના યુવકની સંડોવણી હોવાની બાતમીના આધારે પોલીસે યુવકને ઝડપી પુછપરછ કરતાં અન્ય પાંચ યુવકો સાથે મળી ચોરીની કબુલાત કરી હતી. પોલીસે ચોરીના મુદ્વામાલ સાથે 6 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલકુાના ધનેશ્વર ગામે તેમજ ચંદ્રનગર ગામે એન.જી.ઓ. દ્વારા સોલર પેનલ સ્ટ્રીટ લાઈટ લગાડી આપવામાં આવી હતી. તેવી સોલર પેનલ સ્ટ્રીટ લાઈટ ધનેશ્ર્વર ગામેથી બે તેમજ ચંદ્રનગર ગામેથી બે સોલર પેનલ સ્ટ્રીટ લાઈટ મળી કુલ 85,000/-રૂપીયાના મુદ્દામાલની ચોરીની ફરિયાદ રાજગઢ પોલીસ મથકે નોંધાવા પામી હતી. રાજગઢ પોલીસની તપાસ દરમિયાન ચોરીમાં ઝીંઝરી ગામના યુવકની સંડોવણી હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે રાજગઢ પોલીસ દ્વારા ઝીંઝરી ગામના યુવકને ઝડપી પુછપરછ હાથ ધરવામાં આવી હતી.પોલીસ પુછપરછ દરમિયાન તેની સાથે અન્ય પાંચ યુવકો સાથે મળી ચોરી કરેલ હોય તેવી કબુલાત કરી હતી. પોલીસે ઝીંઝરી ગામના પાંચ યુવક કલ્પેશભાઇ કોપરભાઇ રાઠવા, મેહુલભાઇ પ્રવિણભાઇ રાઠવા, રોહિતભાઇ બકાભાઇ રાઠવા, જશવંતભાઇ બકાભાઈ રાઠવા, અશ્વિનભાઇ બકાભાઇ રાઠવા, મોટી ઉભરણ ગામના મહેશ ખુલસીંગભાઇ રાઠવા ઉર્ફે ખુલીયોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ચોરી કરેલ ત્રણ સ્ટ્રીટ લાઈટ અને સોલર પેનલ-4 મળી કુલ 85 હજારનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો.