ધોધંબાના વાવની મુવાડી ગામે અમારી વિરૂદ્ધ રાજગઢ પોલીસમાં અરજી કરવાની વાત કરે તેમ કહી મારમારતાં ફરિયાદ

ધોધંબા,\ ધોધંબા તાલુકાના વાવની મુવાડી ગામે આરોપી ઈસમોએ ફરિયાદીને મારી વિરૂદ્ધ રાજગઢ પોલીસ મથકમાં અરજી આપવાની વાત કરતો હતો. તેમ કહી ખાટલાનો પાયો લઈ દોડી આવી પગના ભાગે ઈજાઓ કરી જ્યારે બીજા આરોપીએ માથામાં મારી ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના વાવની મુવાડી ગામે રહેતા અરવિંદસિંહ ગુમાનસિંહ ચૌહાણને ગામના આરોપી ઈસમો સુભાષ ભેરવસિંહ સોલકી, અનીલભાઇ ભેરવસિંહ સોલંકી ગાળો આપી તું અમારા વિરૂદ્ધ રાજગઢ પોલીસ મથકમાં અરજી આપવાની વાત કરતો હતો. તેમ કહી ખાટલાનો પાયો લઈ દોડી આવી સુભાષ એ પગના ભાગે મારી ઈજાઓ પહોંચાડી તેમજ અનિલએ ખાટલાની ઈસ માથાના ભાગે મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.