ધોધંબા, ધોધંબા તાલુકાના રાજગઢ પોલીસને મળેલ બાતમીના આધારે ધોધંબા-વડાતળાવ માર્ગ ઉપર ભાનપુરા ગામ પાસે વોચ ગોઠવી બાતમીવાળી ઈકો ગાડી માંંથી ઈંગ્લીશ દારૂ કવાટર નંગ-2160 રૂા.2,09,520/-રૂપીયાનો દારૂ ગાડી મળી 5,9,520/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઈસમને રાજગઢ પોલીસે ઝડપ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા-રાજગઢ પોલીસને બાતમી મળી હતી કે, હાલોલ તાલુકામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઈકો ગાડીમાં શિવરાજપુર થી વડાતળાવ થઈ ધોધંબા તરફ આવનાર છે. તેવી ચોકકસ બાતમીના આધારે રાજગઢ પોલીસે વડાતળાવ-ધોધંબા રોડ ઉપર ભાનપુરા ગામ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ઈકો ગાડીને રોચી ચેકીંગ હાથ ધરાયુંં હતું. ચેકીંગ દરમિયાન ઈકો ગાડી માંથી ઇંગ્લીશ પ્લાસ્ટીક કવાટર નંગ-2460 કિંમત રૂા.2,09,520/-રૂપીયા ઈકો ગાડી 3 લાખ મળી કુલ 5,9,520/-રૂપીયાના મુદ્દામાલ સાથે આરોપી સંતોષ વિષ્ણુભાઇ બકવાળાને ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે રાજગઢ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ ગુનો નોંંધાવા પામ્યો છે.