ધોધંબા તાલુકા પ્રા.ટીચર્સ કો.ઓ. સોસાયટીની 56મી વાર્ષિક સભા યોજાઈ

ઘોઘંબા, ઘોંઘબા તાલુકા પ્રા.ટીચર્સ કો.ઓ.ક્રેડીટ સોસાયટીની 56મી વાર્ષિક સામાન્ય સભા એપીએમસી હોલમાં ચેરમેન હિંમતસિંહ કે. રાઠવાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભામાં સને 2022-23માં મંડળીએ રૂા.11,78,302/-નો નફો કરેલ છે. 15 ટકા શેર ડિવીડન્ડ જાહેર કરેલ છે. મંત્રી વાસુદે પંચાલ અને સહમંત્રી નારણભાઈ ભાટીયા દ્વારા વા.સા.સભા અને ખાસ સાધારણ સભાના પ્રોસીડીંગ વેચાણે લીધા હતા. તેમજ જેને સર્વાનુમત્તે બહાલી આવી હતી. તેમજ એજન્ડા મુજબ મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી.