
ધોધંબા, ઘોઘંબા તાલુકા પ્રા. શિ. સહકારી ધિરાણ મંડળી ની 57 મી વાર્ષિક સામાન્ય સભા સ્વામિનારાયણ મંદિર હોલમાં પાલ્લી ઘોઘંબા ખાતે દિગ્વિજયસિંહ એમ.ચૌહાણના પ્રમુખપદે મળી હતી. જે સભામાં મંડળીના રૂ.10,48,159:03 પૈસાના ચોક્ખા નફાની જાહેરાત કરી 12 ટકા શેર ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું. તેમજ સરવૈયા નફા નુકસાન પત્રકો સહિત 56 મી વા.સા. સભાના 1 થી 14 ઠરાવોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. સભામાં 10 લાખ સુધીનું ધિરાણ વાજબી દરે આપવા સહિત કોઈપણ સભાસદશિક્ષક કે વિદ્યાસહાયકના મૃત્યુ સમયે વારસદારને નિયમોનુસાર 3,00,000/- (ત્રણ લાખ) સમાન રીતે ચૂકવવા નક્કી કરવામાં આવ્યું નિવૃત્ત સભાસદોનું સન્માન કરવામાં આવ્યું. મંડળીના મકાનના સમારકામ વધારાનાબાંધકામના ઠરાવો એક્સુરે પસાર કરવામાં આવ્યા. મંડળીના ચેરમેન હિંમતસિંહ કે. રાઠવા એ મંડળીની અવિરત પ્રગતિની આંકડાકીય માહીતી આપી. એજન્ડા મુજબ તમામ કામો શાંતિ પૂર્વક પસાર કરવામાં સંપૂર્ણ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સૌ માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.