ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો આવકાર સત્કાર સમારંભ યોજાયો

ધોધંબા,ઘોઘંબા તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ચેતનાબેન પરમારની નિમણૂક સરકારના આદેશ પ્રમાણે થયેલ છે. તથા છેલ્લા બે વર્ષથી ઈ.ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે દીપીકાબેન રાઠોડ ફરજ બજાવતા હતા. નવા આવનાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો આજે ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને ઘોઘંબા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તથા પે સેન્ટર આચાર્યો અને તાલુકાના તમામ શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ રંગીતભાઈ રાઠવા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રમેશભાઈ રાઠવા, ઘોઘંબા તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ, ઘોઘંબા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છેલુભાઈ રાઠવા, પંચમહાલ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ દિનેશભાઈ પંડ્યા, પંચમહાલ જીલ્લા શૈક્ષિક મહાસંઘના મહામંત્રી યોગેશભાઈ પટેલ, સંગઠનના પ્રમુખ અને મંત્રી, હોદ્દેદારો તથા શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, દરેક મહાનુભાવો દ્વારા દીપિકાબેન રાઠોડ તથા નવા ટી.પી.ઈ.ઓ.ચેતનાબેન પરમાર વિશે શિક્ષણ વિભાગની કામગીરીના પ્રતિભાવ આપ્યા હતા. ઘોઘંબા તાલુકો એ ઊંડાણના વિસ્તારમાં આવેલ હોવાથી વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિનું પ્રમાણ ઘટે અને સારૂં શિક્ષણ મેળવે તેવા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. શિક્ષકોની નાની મોટી સમસ્યાઓનો ઝડપથી ઉકેલ લાવવા માટે પણ જણાવ્યું હતું.