ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીખાતે ફતેસિંહ ચૌહાણનો સત્કાર સમારંભ અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ

ઘોઘંબા,

કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની જંગી લીડ સાથે જીત બદલ શુભેચ્છા પાઠવવા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ઘોઘંબા તાલુકાના સરપંચો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો ઉપરાંત ઘોઘંબા તલાટી મંડળ, તાલુકા પંચાયત કચેરીના વિવિધ વિભાગના અધિકારી, કર્મચારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તથા દામાવાવ અને રાજગઢ પોલીસ મથકના PSI ઉપસ્થિત રહ્યા હતા.

આજના સત્કાર સમારંભમાં સરકારી કર્મચારીઓએ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી. તલાટી મંડળ દ્વારા પાઘડી બાંધી તલવાર ભેટમાં આપી હતી. સત્કાર સમારંભ સાથે સાથે ધારાસભ્ય તંત્ર સાથે બેઠક યોજી હતી. જેમાં ઘોઘંબા તાલુકાની સરકારી કચેરીના વિવિધ વિભાગોમાં ચાલી રહેલા ગેરવહીવટને સુધારવા ગમ્ય વિસ્તારો માંથી આવતા લાભાર્થીઓને ધક્કા ખવડાવ્યા વિના કામ પૂર્ણ કરવા સાથે કાલોલ તાલુકામાં ચાલતા ગેરવહીવટો બંધ કરી ગુજરાતમાં કાલોલ તાલુકાની એક નવીજ દિશા સાથે આગળ લઈ જવાની વાત કરી હતી.