ઘોઘંબા તાલુકાની ભાણપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સરકારી કચેરીઓની મુલાકાતે

ધોધંંબા,ઘોઘંબા તાલુકામાં આવેલી ભાણપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તાલુકામાં મથકે આવેલી તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય દરમિયાન અભ્યાસક્રમમાં વહીવટી, ટેકનિકલ અને સમાજ ઉપયોગી વિવિધ કચેરીઓની જાણકારીનો સમાવેશ કરવામાં આવે છે . ઘોઘંબા તાલુકામાં ભાણપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પ્રત્યક્ષ શિક્ષણ મેળવે તેવા હેતુથી શિક્ષકો દ્વારા તાલુકા પંચાયત કચેરીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી એસ. એન. કોલચા તથા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છેલુભાઇ રાઠવા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ વિભાગોની મુલાકાત લઇ તેઓને કામગીરી વિશે વાકેફ કર્યા હતા તથા સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ વિશે સમજાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ખરેખર પુસ્તકના જ્ઞાન કરતાં તેઓને પ્રત્યક્ષ અને પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ આપવામાં આવે તો હજુ પણ બાળકોના શિક્ષણ કાર્યમાં વધુ પડતો અસરકારક પ્રભાવ પડી શકે છે.