ધોધંબા તાલુકાના ડ્રાઈવરો દ્વારા મામલતદારને આવેદન આપી કાયદો રદ કરવા માંગ કરી

ધોધંબા તાલુકાના ડ્રાઈવરો દ્વારા મામલતદારને આવેદન આપી કાયદો રદ કરવા માંગ કરી

ડ્રાઈવરો દ્વારા નવા કાયદામાં રોડ અકસ્માત માં 10 વર્ષની સજા અને દંડની જોગવાઈના વિરોધમાં મામલતદારને આવેદન

ધોબંધા, ધોધંબા તાલુકાના ડ્રાઈવરો દ્વારા નવા કાયદામાં રોડ અકસ્માત માં 10 વર્ષની સજા અને દંડની જોગવાઈના વિરોધમાં મામલતદારને આવેદન આપી કાયદો શરૂ કરવા માંગ કરી છે.

ભારત સરકાર દ્વારા ભારત સંહિતા કાયદામાં રોડ અકસ્માત ના ગુનામાં નવો કાયદો બનાવવામાં આવ્યો છે. જેમાં રોડ અકસ્માત થાય ત્યારે ડ્રાઈવર સ્થળ ઉપર રહે અને જો અકસ્માત બાદ ડ્રાઈવર સ્થળ છોડી નાશી જાય તો ડ્રાઈવરને દશ વર્ષની સજા અને દંડની જોગવાઈ કરવામાંં આવી છે. જેના વિરોધમાં ધોધંબા તાલુકાના ડ્રાઈવરો દ્વારા વિરોધ સાથે રાષ્ટ્રપતિને સંબોધીને ધોધંબા મામલતદારને આવેદન આપવામાં આવ્યું.