ઘોઘંબા તાલુકાના રવેરી ગામે આદિવાસી રીત-રિવાજ મુજબ બાબા ઈંદની દેવની માનતાની આસ્થાભેર સાથે ધામધૂમથી ઉજવણી

ઘોઘંબા,

ઘોઘંબા તાલુકાના રવેરી ગામે આજુબાજુના તથા અન્ય ગામના લોકો ભેગાં મળીને મોટા ઢોલ,શરણાઇ અને વાંસળી ન કિકિયારીઓ અને બુમરાન અને નાચગાન કરી મજા લુંટતા અને સાથે મળીને ખૂબ ઉમંગ ફેર નાચતાં-કૂદતાં ઢોલ સાથે ઘરનાં આંગણા રોપવામાં આવેલ ડાળો ની ફરતે ગોળ ગોળ ફરીને ખૂબ આનંદ માણતા હોય છે.

તાલુકાના અંતરિયાળ ગામોમાં વસતાં રાઠવાઓમાં બાબા ઈંદની ઉજવણી કાર્યક્રમ ખાસ કરીને પંચમહાલ, છોટાઉદેપુરના આદિવાસી રાઠવા સમાજમાં રાખવામાં આવે છે. ગામસાઈ ઈંદમાં આદિવાસી વિસ્તારનાં ગામોમાં જ્યાં દેવો બેસાડવામાં આવેલ છે. ત્યાં દર પાંચ વર્ષે ગામલોકો ભેગા મળી અનાજ અને ફંડ ફાળો એકત્રિત કરી ઈંદનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે.

આ ઈંદના તહેવારમાં ગામેગામથી સગાં સંબંધીઓને નોતરું આપવામાં આવે છે. જેથી સગાં સંબંધીઓ ગામેગામથી પોતાના આદિવાસી પહેરવેશ પરિધાન કરીને સજી-ધજીને અલગ અલગ ગ્રુપોમાં ઈંદ મહાલવા આવતા હોય છે અને સાથે સામાજિક રીતે ચાલી આવતી પરંપરાઓ મુજબ ભેંટ સોગાદ લઈને આવ્યા હોય તે પ્રમાણે યુવતીઓ બાબા ઈંદના ગીતો ગાતાં ગાતાં સ્વાગત કરવાની વર્ષો જૂની પ્રણાલીઓ આજે પણ અકબંધ છે.

લોકમાન્યતા મુજબ બાળક માંદુ રહેતું હોય, કોઈને બાળક ન થતું હોય,ઘરમાં કોઈ સભ્યની ભારે માંદગી રહેતી હોય, ઘર કુટુંબમાં સામાજિક, આર્થિક મુશ્કેલીઓ રહેતી હોય, ગામ ફળિયાનાં ખેતરનાં પાકને નુકશાન થતું હોય, પાળેલા પશુઓમાં રોગચાળો કાયમ રહેતો હોય આવા અનેક કારણોસર દુ:ખોનાં નિવારણ માટે રાઠવા સમાજમાં અલગ અલગ દેવ દેવીઓની બાધા માનતા રાખવામાં આવે છે.

જેમાં પોંણગું, ઈંદ, કે પીઢી બદલવી એ મુખ્ય અને મોટી બાધાઓ છે. આવી બાધા માનતાઓ લગ્નવિધિની જેવી અને તેટલી લાંબી હોય છે. જેમાં ઘરનાનાં લોકો, કુટુંબ અને સગાંઓ ભેગાં મળી માનતા પૂરી કરતાં હોય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય છે.

ખરેખર પ્રાચીન સંસ્કૃતિનો વારસો એટલે ઘોઘંબા તાલુકાનું રાઠવા સમાજ માટે ગૌરવ અને પ્રેરણારૂપ બન્યું છે.