ધોધંબા તાલુકાના સીમલીયા નજીક પીપળીયા ગામની સીમમાં ત્રણ બાળકીઓ બકરા ચરાવવા માટે સીમમાં ગયેલ હતી અને બાળકીઓ પાણી પીવા માટે નજીક ખેતરમાં આવેલ થાળા વગરના કુવા ઉપર ગયેલ હતી અને નીચા નમીને પાણી પીવા જતાં એક બાળકી કુવામાંં પડી હતી. તેને બચાવવા અન્ય બે બાળકોઓ પણ કુવામાં પડતા ત્રણ બાળકીઓના પાણીમાં ડુબી જવાથી મોત નિપજાવા પામ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના સીમલીયા ગામ પાસે આવેલ પીપળીયા ગામની ત્રણ બાળકીઓ કીર્તિ વજરાતભાઇ બારીયા-ઉ.વ.5, સરસ્વતી અજબભાઇ બારીયા-ઉ.વ.10 અને લલીતા છગનભાઇ બારીયા-ઉ.વ.12 સાંજના સમયે ધરેથી બકરા લઈને સીમમાંં ચરાવવા માટે ગયેલ હતી. બકરા ચરાવવા માટે ગયેલ બાળકીઓને તરસ લાગતા એક બાળકી નજીના જામલાભાઇ બારીયાના ખેતરમાં આવેલ થાળા વગરના કાચા કુવામાં નીચા નમીને પાણી પીવા જતાં તે કીયારીમાં લપસી પડી હતી. કુવામાં લપસી પડેલ બાળકીને બચાવા માટે સાથેની બે બાળકીઓ પણ કુવામાં પડતા ત્રણ બાળકીઓ કુવાના પાણીમાં ડુબી જતાંં કરૂણ મોત નિપજાવા પામ્યા હતા. બાળકીઓ બકરા ચરાવીને ધરે પરત નહિ ફરતા પરિવારજનો સીમમાં શોધવા નિકળ્યા હતા. જ્યાં કાચા કુવામાં ત્રણ બાળકીઓ ડુબી જતાં મોત નિપજેલ હાલમાં મળી હતી. ત્રણ બાળકીઓના મૃતદેહને પી.એમ.અર્થે ધોધંબા રેફરલમાંં ખસેડવામાંં આવ્યા. આ બાબતે દામાવાવ પોલીસ મથકે અ.મોતનો ગુનો નોંધાવા પામ્યો છે.